સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (14:39 IST)

નિર્દયી માતાએ પોતાની માસુમ બાળકીને રીંછ સામે ફેંકી, વીડિયો વાયરલ

અનેકવાર સોશિયલ મીડિયા પર આનંદ આપનારા વીડિયો વાયરલ થાય છે તો ઘણીવાર એવા વીડિયો વાયરલ થઈ જાય છે જેને જોઈને દરેક કોઈ હેરાન પરેશાન થઈ જાય છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા એક નિર્દયી માતાએ પોતાની ત્રણ વર્ષની માસૂમ બાળકીને રીંછની સામે ફેંકી દીધુ. આ બધુ ત્યારે થયુ જ્યારે તે મા એક ઝુ માં હતી અને રીછ ના પિંજરા પાસેથી પસાર થઈ રહી હતી. 
 
વાસ્તવમાં, આ ઘટના ઉઝબેકિસ્તાનના તાશ્કંદ સ્થિત પ્રાણી સંગ્રહાલયની છે. મિરરના અહેવાલ મુજબ, લગભગ ત્રણ વર્ષની નાની બાળકી તેની માતા સાથે પ્રાણી સંગ્રહાલય જોવા માટે અહીં આવી હતી. માતા તેને રીંછ બતાવવા માટે તેને ઘેરીને રેલિંગ પાસે ઉભી હતી, ત્યારબાદ મહિલાએ જાણીજોઈને તેના હાથથી બાળકીને ફેકી દીધી.
 
આ ઘટના સામે આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ તરત જ એક્ટિવ થઈ ગયો અને બાળકી પાસે ત્યાં પહોંચી ગયો. સદનસીબે, રીંછે છોકરીની સૂંઘી અને તે ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાં સુધીમાં સ્ટાફે રીંછને વાડાના બીજા ભાગમાં બંધ કરી દીધું હતું અને બાળકીને બચાવી લીધી હતી. યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેને સામાન્ય ઈજાઓ છે 
 
ઘટના બાદ આસપાસના લોકો ડરના માર્યા આમ તેમ દોડવા લાગ્યા.  જાણવા મળ્યુ છે કે છોકરીની માતાને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને તેના પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મહિલાએ જાણીજોઈને તે  બાળકીને રીંછના વાડામાં ફેંકી દીધી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં  જુઓ વિડિયો.