શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (22:42 IST)

એક વ્યક્તિએ મહિલાને અચાનક આપ્યો ધક્કો અને સામે આવી ગઈ ટ્રેન પછી શુ થયુ જુઓ Video

સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહી હોય છે અને ત્યારે જ પાછળથી એક અસ્થિર મગજના  વ્યક્તિએ તેને ધક્કો આપી દીધો. જેવો એ મહિલાને ધક્કો આપ્યો, એ મહિલા પાટા પર પડી ગઈ અને અચાનક ટ્રેન આવી ગઈ. એ તો મહિલાનુ નસીબ કે ટ્રેન એ મહિલા સુધી પહોંચે એ પહેલા જ રોકાઈ ગઈ અને એ બચી ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે  આ ઘટના બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની છે. એચડબ્લ્યુ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટના શુક્રવારે સાંજે બ્રસેલ્સના રોજિયર મેટ્રો સ્ટેશન પર બની હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો ઘણા યુઝર્સે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો સ્ટેશન પર મેટ્રો ટ્રેનની રાહ જોઈને ઉભા છે. આ દરમિયાન તે મહિલા પણ ત્યાં ઉભી જોવા મળી રહી છે.
 
જ્યારે મહિલા ટ્રેનની રાહ જોઈ રહી હતી ત્યારે એક પાગલ વ્યક્તિએ તેને પાછળથી ટ્રેક તરફ ધક્કો માર્યો હતો. સામેથી મેટ્રો ટ્રેન આવતાં મહિલા પાટા પર પડી ગઈ હતી. પરંતુ એક કહેવત છે કે  રામ રાખે તેને કોણ ચાખે.. આ મહિલા સાથે પણ આવું જ થયું છે. મહિલા પાસે પહોંચતા જ ટ્રેન આવીને થંભી ગઈ.
 
બ્રસેલ્સ ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રવક્તાએ બ્રસેલ્સ ટાઈમ્સને જણાવ્યું હતું કે ઘટના પછી ડ્રાઈવરે  તરત જ ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી અને ટ્રેન રોકી દીધી. જેને કારણે મહિલા બચી ગઈ. જોકે મહિલા ભારે આઘાતમાં છે. બીજી તરફ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. જુઓ આ ઘટનાનો વીડિયો.