ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2024 (12:22 IST)

નેપાળ - કાઠમાંડૂના ત્રિભુવન ઈંટરનેશનલ એયરપોર્ટ પર વિમાન ક્રેશ, 19 લોકો હતા સવાર

nepal plane crash
nepal plane crash
 નેપાળથી એકવાર ફરી દુર્ઘટનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ વિમાન કાઠમાંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભરવા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. વિમાન કાઠમાંડૂથી પોખરા જઈ રહ્યુ હતુ અને તેમ 19 મુસાફરો હતા. 


 
ક્યારે અને કેવી રીતે થઈ દુર્ઘટના ?
મળતી માહિતી મુજબ એક ખાનગી કંપની સોર્યા એયરલાઈંસનુ વિમાન બુધવારે 19 લોકોને લઈને કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી પોખરા જઈ રહ્યુ હતુ. સૂત્રોના મુજબ સવારે ઉડાન ભરવા દરમિયાન જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે વિમાનમાં ચાલકદળ સહિત ઓછામાં ઓછા 19 લોકો સવાર હતા. વિમાન ક્રેશ થવાની ઘટના સવારે લગભગ 11 વાગ્યાની છે. 
  
પાયલોટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો 
એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. જો કે વિમાનમાં સવાર મુસાફરોની હાલત અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. માહિતી મળી શકી નથી.