રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (12:20 IST)

Plane માં થયો બાળકનો જન્મ, યુવતીએ ટોયલેટ પેપરમાં લપેટીને ડસ્ટબિનમાં નાખ્યો

કળયુગી માતાનુ એક વધુ ઉદાહરણ સામે આવ્યુ છે.  જ્યારે ઉડતા વિમાનમાં તેણે પોતાના નવજાત બાળકને ટૉયલેટના ડસ્ટબિનમાં ફેંકી દીધુ. જેવુ વિમાનના અધિકારીઓએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો ત્યા હડકંપ મચી ગયો. જ્યારે તેમણે જઈને ડસ્ટબિનમાં જોયુ તો તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે જોયુ કે ટૉયલેટ પેપરમાં લપેટાયેલો લોહીથી ખરડાયેલુ બાળક પડ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના મૉરીશસના ઈંટરનેશનલ એયરપોર્ટની છે અને આ મહિલા મેડાગાસ્કરની છે. ઈંડિપેડેંટને એક રિપોર્ટ મુજબ આ બધુ ત્યારે થયુ જ્યારે અહીની એક ફ્લાઈટમા નવજાત બાળકના રડવાનો અવાજ આવ્યો. અધિકારેઓએ જોયુ કે ડસ્ટબિનમાંથી રડવાનો અવાજ આવી રહ્યો છે અને જ્યારે ચેક કર્યુ તો એક નવજાત બાળક મળ્યુ. ત્યારબાદ અધિકારીઓ સક્રિય થઈ ગયા. 
 
અધિકારેઓએ તત્કાલ એક શંકાસ્પદ મહિલાને પકડી અને તેને પુછ્યુ તો તેણે સ્પષ્ટ ના પાડી. પણ જ્યારે તેનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ તો તેની પોલ ખુલી ગઈ.  મેડિકલ રિપોર્ટમાં ચોખવટ થઈ કે બાળક તેનુ જ છે. પોલીસે મહિલાને તરત જ કસ્ટડીમાં લઈ લીધી. રિપોર્ટ મુજબ મેડાગાસ્કરની 20 વર્ષની આ યુવતી એયર મોરીશંસના પ્લેનમાં મુસાફરી કરી રહી હતી અને એક જાન્યુઆરીએ રામગુલામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરી હતી. ઠીક આ દરમિયાન આ ઘટના બની હતી. 
 
બીજી બાજુ બાળકને પણ તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનો ઈલાજ શરૂ થયો. એવુ બતાવાય રહ્યુ છે કે બાળક ઠીક છે અને ખતરની બહાર છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે ટૉયલેટ બિનમાં બાળક હોવાની જાણ ત્યારે થઈ જ્યારે એયરપોર્ટ અધિકારીઓએ નિયમિત કસ્ટમ્સ ચેકિંગ માટે ફ્લાઈટનુ નિરીક્ષણ કર્યુ હતુ. પણ ઘટના પછી અધિકરેઓએ ખૂબ સતર્કતા અને ઝડપ બતાવી જેનાથી બાળક પન બચી ગયુ અને મહિલા પણ પકડાઈ ગઈ.