1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (23:21 IST)

આ દેશમાં કોરોનાનો એક કેસ આવતા જ લગાવ્યુ લોકડાઉન

ન્યુઝીલેંડની પ્રધનામંત્રી જૈસિંડા અર્ડને ફેબ્રુઆરી પછીથી કોવિડ 19 ના પ્રથમ કમ્યુનિટી કેસની રિપોર્ટ આવ્યા પછી દેશમાં ત્રણ દિવસ માટે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઑકલેંડમાં જોવા મળ્યો છે.  જ્યારબાદ આજે અડધી રાત્રે દેશમાં લોકડાઉન લાગૂ રહેશે.  અર્ડર્ને વેલિંગટનમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન તેની જાહેરાત કરી છે. 
 
તેમજ ઓકલેન્ડ અને આસપાસના વિસ્તારમાં લોકડાઉન સાત દિવસ સુધી ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન તમામ શાળાઓ, જાહેર સ્થળો અને મોટાભાગના વ્યવસાયો બંધ રહેશે. અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બહાર નીકળવાની જરૂર હોય ત્યારે ફેસ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
ન્યૂઝીલેન્ડે મોટા પ્રમાણમાં વાયરસને કંટ્રોલ કર્યો છે તેથી સંક્રમણ દરમિયાન તેની અર્થવ્યવસ્થા પણ ઝડપથી સુધરી છે. જો કે, વેક્સીનેશનની ધીમી ગતિને કારણે અહી બીજો પ્રકોપ ફાટી નીકળવાની સંભાવના છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે વધુ સંક્રમિત ડેલ્ટા વેરિએન્ટે પડોશી ઓસ્ટ્રેલિયાના મોટા ભાગોને લોકડાઉન હેઠળ લાવવા મજબૂર કરઈ દીધુ છે.