ન્યુઝીલેંડ/બે મસ્જિદોમાં ગોળીબાર, 40ના મોત, નમાજ કરવા ગયેલા બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડી સુરક્ષિત નીકળ્યા

વેલિંગટન| Last Updated: શુક્રવાર, 15 માર્ચ 2019 (14:01 IST)
. ન્યુઝીલેંડના ક્રાઈસ્ટચર્ચની અલ-નૂર અને લિનવુડ મસ્જિદ છે. શુક્રવારે ગોળીબાર થઈ. હુમલો બપોરની નમાજ પછી કરવામાં આવ્યો. જેમા 40 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ છે. પોલીસે કહ્યુ કે અમે સ્થિતિને સાચવવામાં લાગ્યા છે પણ ખતરો બનેલો છે.
હુમલાવરની શોધ ચાલુ છે. પ્રધાનમંત્રી જેસિંડા ઓર્ડને આ આતંકી હુમલો કરાર આપ્યો છે. એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મસ્જિદની પાસે એક કારમાંથી એક આઈઈડીને ડિફ્યુઝ કર્યો. બીજી બાજુ ઑકલેંડ સ્થિત બ્રિટોમાર્ક સ્ટેશન પર પણ એક બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો.
એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે મસ્જિદમાં ફાયરિંગ થયુ એ સમયે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પણ ત્યા હાજર હતી. જો કે ન્યુઝીલેંડના પ્રવાસ પર ગયેલ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આ ઘટનામાં સુરક્ષિત છે. આ માહિતી ટીમના એક કોચે મીડિયાને આપી છે. એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે મસ્જિદમાં આ ઘટના થઈ એ સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યા હાજર હતી.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને ન્યુઝીલેંડમાં એક ટેસ્ટ મેચ રમવાની છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ શૂટરોએ મસ્જિદમાં કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો માર્યાં ગયા છે. જોકે, પોલીસ તરફથી મોતનો કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસે હાલ ક્રાઇસ્ટચર્ચમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.


આ પણ વાંચો :