રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2024 (10:43 IST)

હવે આ અબજોપતિ છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, 'વેટર' 100 બિલિયન ડૉલર ક્લબમાં પ્રવેશી

Jeff Bezos
જેફ બેઝોસ હવે બ્લૂમબર્ગ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ ક્રમે છે. બર્નાર્ડ આર્નોલ્ટ બીજા સ્થાને આવી ગયા છે. બેઝોસ પાસે $205 બિલિયનની સંપત્તિ છે અને આર્નોલ્ટ પાસે $203 બિલિયનની સંપત્તિ છે. એલોન મસ્ક 202 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
 
જેન્સન હુઆંગની સ્થિતિ ઝડપથી વધી રહી છે. હવે તે 100 બિલિયન ડોલર ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે.
 
આ ક્લબમાં હવે 15 અબજોપતિઓ છે જેમની કુલ સંપત્તિ $100 બિલિયનથી વધુ છે. આમાં અંબાણી-અદાણી પણ સામેલ છે. જેન્સનના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે, તે સૌથી વધુ કમાણી કરવામાં માર્ક ઝકરબર્ગને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયો છે. હુઆંગ એક સમયે વેઈટર હતો.

કમાણીમાં હુઆંગ નંબર વન
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, જેન્સન હુઆંગ 101 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 15મા ક્રમે છે. આ વર્ષે અત્યાર સુધીમાં, તેણે તેની નેટવર્થમાં $56.8 બિલિયન ઉમેર્યા છે.