શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (09:21 IST)

નેપાળ વિના અમારા રામ પણ અધૂરા', નેપાળમાં નરેન્દ્ર મોદીએ વડનગરનો ઉલ્લેખ કેમ કર્યો?

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિનીમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ સમયે નરેન્દ્ર મોદીએ ગુજરાત અને અયોધ્યાના રામમંદિરનો ઉલ્લેખ પણ કર્યો હતો.
 
નરેન્દ્ર મોદીએ બુદ્ધને યાદ કરતા કહ્યું કે ગુજરાતના વડનગરમાં મારો જન્મ થયો, ત્યાં સદીઓ પહેલાં બૌદ્ધ શિક્ષણનું મોટું કેન્દ્ર હતું.
 
તેમણે કહ્યું કે જનકપુરમાં મેં કહ્યું હતું કે "નેપાળ વિના અમારા રામ પણ અધૂરા છે." મને ખબર છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, તો નેપાળના લોકો પણ એટલા જ ખુશ છે.
 
તેમણે કહ્યું કે "બુદ્ધ માનવતાના સામૂહિક બોધનું અવતરણ છે. બુદ્ધ બોધ પણ છે, અને બુદ્ધ શોધ પણ. બુદ્ધ વિચાર પણ છે અને બુદ્ધ સંસ્કાર પણ છે."