બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત સ્થાપના દિવસ
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2022 (19:31 IST)

ગુજરાતનુ શુ વખણાય ?

gujarat day
* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં  એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
 
* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.
 
* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
 
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી
 
* ભરુચની ખારી શિંગ
 
* જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.
 
* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન
 
* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ
 
* મોઢેરાનુ સુર્યમંદિર
 
* વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.
 
* કાઠીયાવાડી ડાયરો
 
* જુનાગઢની કેસર કેરી અને ગિરનાર
 
* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા
 
* કચ્છની કળા કાળિગીરી
 
* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો.