શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (16:21 IST)

Pakistan: મતદાન પહેલા ચૂંટણી પંચની ઓફિસ બહાર બે બ્લાસ્ટ, 25 લોકોના મોત

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજવવા જઈ રહી છે. બુધવારે, ચૂંટણીના એક દિવસ પહેલા, બલૂચિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસને નિશાન બનાવીને બે જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં 25 લોકોના મોત થયા અને 42 લોકો ઘાયલ થયા.
 
પહેલો બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિનમાં એક અપક્ષ ઉમેદવારની ઓફિસની બહાર થયો હતો, જેમાં 17 લોકોના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. લગભગ એક કલાકમાં બીજો વિસ્ફોટ થયો. આ બીજો વિસ્ફોટ જમીયત-ઉલેમા-ઈસ્લામ પાકિસ્તાનના કાર્યાલયની બહાર થયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.