રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (10:32 IST)

પાકિસ્તાનમાં પૂજા સ્થળ ફરી નિશાના પર, સિંધમાં હુમલાખોરોએ મંદિરમાં કરી તોડફોડ કરી લૂંટ, ધાર્મિક રમખાણો આયોજિત કરવાનું કાવતરું!

પાકિસ્તાન(Pakistan) ના સિંધ પ્રાંત(Sindh province)ના કોટરી(Kotri) માં અજાણ્યા શખ્સોએ એક હિન્દુ મંદિર (Hindu Temple)માં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં રોષની લહેર જોવા મળી રહી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. હુમલાખોરોએ દિવાળી પહેલા મંદિરમાં તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી.આ હુમલાખોરો મૂર્તિ તોડીને લાખો રૂપિયાની રોકડ અને અન્ય કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના લઘુમતી સમુદાયની સુરક્ષાના વચનનો ફરી પર્દાફાશ થયો.

 
કોટરી પોલીસે કેસ નોંધ્યો છે, પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પહેનજી અખબારે અહેવાલ આપ્યો છે કે લઘુમતી મંત્રીએ વિસ્તારના એસએસપી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ગુરુવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ હૈદરાબાદ(Hyderabad)ના જમશોરો(Jamshoro) માં કોટરીના દરિયા બૈન્ડ વિસ્તારમાં આવેલા પ્રાચીન શિવ મંદિરમાંથી ઘરેણાં, સોનાની મૂર્તિઓ, પ્રસાદ, યુપીએસ બેટરી અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આરોપીઓએ મંદિરમાં રહેલી દેવીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ચોરાયેલા દાગીના અને અન્ય વસ્તુઓની કિંમત 20 થી 25 લાખ રૂપિયા છે.