મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 જૂન 2022 (16:55 IST)

Funny Video : વાયરલ થઈ રહ્યો છે તવામાર હરીફાઈનો વીડિયો

pan slapping
Pan Slapping Contest : દુનિયાના જુદા જુદા ખૂણામાં એવી તમામ વસ્તુઓ છે જે લોકોને ખબર જ નથી તેમાથી કેટલીક એવી હરીફાઈઓછે જેના વિશે આપણે કલ્પના પણ કરી શકતા નથી.  ઉદાહરણ તરીકે, જાપાન અને તાઈવાન જેવા દેશોમાં, ક્યાંક તમારે એકબીજાને તકિયાથી મારવા પડે છે,તો ક્યાંક તમારે સૌથી વધારે મચ્છર મારીને બતાવવું પડે છે. હવે આવી જ એક હરિફાઈનો વીડિયો સોશિયલ મીડિયા (Viral On Social Media)  પર શેર કરવામાં આવ્યો છે, જેમાં લોકો એકબીજાને તવાથી મારી રહ્યા છે.

 
જો કે કોઈના માથા પર તવો મારવાથી અકસ્માત થઈ શકે છે અથવા તેને ઈજા થઈ શકે છે, પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને એક સ્પર્ધા તરીકે લેવામાં આવી રહ્યો છે. બે ખેલાડીઓ યોગ્ય તૈયારી સાથે આ રમત રમી રહ્યા છે અને એકબીજાને હરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરી રહ્યા છે. આ સ્પર્ધાનું નામ પણ પેન્સલેપિંગ હરીફાઈ એટલે કે તવો મારવાની હરિફાઈ છે
 
એકબીજાના માથા પર મારી રહ્યા છે પેન 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે ખેલાડીઓ એકબીજા સાથે સ્પર્ધા કરવા માટે પૂરી તૈયારી સાથે બેઠા છે. તેમણે પોતાના માથા પર ખાસ ડિઝાઇન કરેલું લોખંડનું હેલ્મેટ પહેર્યું છે અને તેના હાથમાં એક તવો છે. તેઓ એક પાટિયા પર સામસામે બેઠા છે અને એકબીજાના માથાને એટલી ઝડપે અથડાવી રહ્યા છે કે તેઓ આગળનાને નીચે પછાડી શકે. અંતે, જે વ્યક્તિ તપેલીનો માર સહન કરી શકતો નથી અને બેન્ચ પરથી નીચે પડી જાય છે, તે રમત હારી જાય છે અને જેણે માર્યો તે જીતવાને પાત્ર છે.