સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :સાઉથમ્પટન. , મંગળવાર, 22 જૂન 2021 (22:47 IST)

Virat-Rohit Funny Video: મેદાન પર વિરાટ કોહલીની મસ્તી, રોહિત શર્માએ આપ્યુ આવુ રિએક્શન

ભારતીય કપ્તાન વિરાટ કોહલી મેદાન પર ફીલ્ડિંગ કરી રહ્યા છે અને કોઈ મસ્તી ન થાય, એવુ કેવી રીતે હોઈ શકે. તેઓ એવા પ્લેયર્સમાં સામેલ છે, જે મેદાન પર પોતાના સો ટકા આપે છે અને ખૂબ મસ્તી પણ કરે છે. કંઈક આવુ જ જોવા મળ્યુ ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે રમાયેલ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ખિતાબી મુકાબલાના 5માં દિવસે.  તે ટીમના સાથીઓની સાથે મસ્તી કરતા કેમેરામાં કેદ થયા. 
 
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને એક અન્ય સાથી સાથે કંઈક કહી રહ્યા હતા. ત્યારબાદ તેઓ ઠંડી લાગવની એક્ટિંગ કરે છે અને બંને હાથને રગડવા માંડે છે. અહી રોહિત શર્મા એક હાથ ઉઠાવીને તેમની તરફ ઈશારો કરે છે અને કંઈક કહે છે.  આ મોમેંટનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે