શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (10:53 IST)

100 મુસાફરો સાથેનું વિમાન કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત

કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેક ઍરના ઍરક્રાફ્ટે સ્થાનિક સમયાનુસાર શુક્રવારની સવારે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
 
રૉયટર્સના પત્રકારે આપેલી માહિતી અનુસાર જે જગ્યાએ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું હતું.
 
વિમાન કઝાકિસ્તાનના અલ્માટી શહેરથી નુર-સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. વિમાન દુર્ઘટનાના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.