દેશદ્રોહના મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા
દેશદ્રોહના મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી છે. તેમના પર કટોકટી લગાવવાનો આરોપ હતો. ઉલ્લેખનીય છેકે માર્ચ 2016થી મુશર્રફ પોતાની સારવાર કરાવવા માટે
દુબઈમાં રહી રહ્યા છે અને ત્યારથી તેમને આ મામલે ભગોડિયા જાહેર કર્યા છે. મોતની સજા મેળવનારા મુશર્રફ બીજા રાષ્ટ્રપતિ છે.
હાલ પરવેઝ મુશરર્ફ દુબઈમાં છે. અને 3 નવેમ્બર 2007ના રોજ દેશમાં ઈમરજન્સી લગાવવાના ગુનામાં પરવેઝ મુશરર્ફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુશરર્ફને 31 માર્ચ 2014ના રોજ દોષી ઠહેરાવવામાં આવ્યા હતા.
શું હતો દેશદ્રોહનો કેસ?
મુશરર્ફ પર 3 નવેમ્બર 2007ના રોજ ઈમરજન્સી લગાવવા મામલે દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ મુસ્લિમ લીગ નવાઝ સરકારે આ મામલો દાખલ કરાયો હતો અને 2013થી તે પેન્ડિંગ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2013માં તેઓની સામે દેશદ્રોહનો મામલો નોંધાયો હતો. જે બાદ 31 માર્ચ 2014ના રોજ મુશરર્ફને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં અભિયોજનના તમામ સાક્ષ્ય વિશેષ કોર્ટની સામે રાખવામાં આવ્યા હતા. અપીલ મંચો પર અરજીઓને કારણે પૂર્વ સૈન્ય શાસકનાં કેસમાં મોડું થયું અને તે શીર્ષ કોર્ટ અને ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ માર્ચ 2016માં પાકિસ્તાનથી બહાર જતા રહ્યા હતા. પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટ સમક્ષ કેસની કાર્યવાહી અટકાવવા અંગેની અપીલ કરી હતી. પરવેઝ મુશરર્ફ વર્ષ 2001થી 2008 સુધી પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. વર્ષ 2008માં તે જેશ છોડીને જતા રહ્યા હતા. જે બાદ તે માર્ચ 2013માં પાકિસ્તાન પરત ફર્યા હતા.