Plane Crash Video: બંદૂકની ગોળીની ગતિથી આવ્યો પ્લેનનો ટુકડો, રેસ્ટોરેંટમાં બેસેલ વ્યક્તિનુ માથુ ફાટ્યુ
viral video_image source X
Plane Crash Video Viral: ફિલાડેલ્ફિયા(Philadelphia) માં એક પ્રાઈવેટ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયુ હતુ જેમા છ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશના 6 દિવસ પછી એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક રેસ્ટોરેંટની અંદર એ પ્લેનનો કાટમાળ જઈને પડ્યો. એક પ્રાઈવેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા છ લોકોના મોત થયા હતા. હવે એ પ્લેન ક્રેશના 6 દિવસ પછી એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક રેસ્ટોરેંટમાં એ પ્લેનનો એક ટુકડો આવીને પડ્યો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. રેસ્ટોરેંટમાં બેસેલા લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગતા જોવા મળે છે. આવો તમે પણ જુઓ હાહાકાર મચાવનારા પ્લેન ક્રેશનો વીડિયો...
ફોર સીજન્સ ડાયનર રેસ્ટોરેંટમાં થઈ દુર્ઘટના
વૈશ્વિક સમાચાર રિપોર્ટ મુજબ આ દુર્ઘટના કૉટમેન એવેન્યુ પર સ્થિત ફોર સીજન્સ ડાયન રેસ્ટોરેંટમાં થઈ. આ રેસ્ટોરેંટ દુર્ઘટના સ્થળથી લગભગ એક ચોથાઈ મીલ દૂર છે. આ રેસ્ટોરેંટમાં કામ કરઅનરા પૉલ પુલ ના હવાલાથી બતાવ્યુ કે દુર્ઘટના દરમિયાન એક ઘાતુનો ટુકડો એક માણસને વાગ્યો જેને કારણે તેના માથામાંથી લોહી વહેવા માંડ્યુ.
આ દ્રશ્યને જોઈને બધા ગભરાય ગયા. રેસ્ટોરેંટના મેનેજર અયહાન તિરયાકી એ ન્યૂયોર્ક પોસ્ટને બતાવ્યુ - અમે બધા ખૂબ આધાતમાં છે, પણ બધુ ઠીક છે. એક ગ્રાહકના માથા પર ધાતુનો ટુકડો વાગ્યો હતો અને તેને એમ્યુલેંસમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અમને ખબર નથી કે તેની હાલત કેવી છે પણ આશા છે કે તે જલ્દી ઠીક થઈ જશે.
16 સેકંડનો દુર્ઘટનાનો વીડિયો
પ્લેન ક્રેશનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે 16 મિનિટનો છે. તેમા દેખાય રહ્યુ છે કે કેવી રીતે પ્લેન ક્રેશનો કાટમાળ રેસ્ટોરેંટની છત પર આવીને પડે છે અને બારીમાંથી ઉછળીને એક ઘાતુનો ટુકડો અંદર આવે છે જે ત્યા બેસેલ માણસના માથા પર વાગે છે. કેટલાક ગ્રાહક બચવા માટે જમીન પર સૂઈને આગળ ખસવાની કોશિશ કરે છે.
આગનો ગોળો બન્યો પ્લેન
એક મીડિયા રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટના શનિવારે થઈ હતી. આ પ્લેન ક્રેશનો વીડિયો ફુટેજ જ ડરામણો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે પ્લેનમાં આગ લાગ્યા પછી તે આગનો ગોળો બની જાય છે અને માર્ગ પર ચાલતી ગાડીઓ અને ઘરોની અગાશીઓ પર પડે છે.