Donald Trump ની સાથે PM Modi ની મુલાકાત કેમ છે ખાસ, શુ રહેશે મીટિંગનો એજંડા ?
PM Modi's Meeting With Donald Trump: પીએમ મોદીની અમેરિકા યાત્રાને લઈને દુનિયાભરમાં ચર્ચા છે. દરેક દેશની નજર તેના પર છે. અમેરિકામાં નવી સરકારના આવ્યા પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકી યાત્રા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નિર્ણયોથી પહેલા જ દુનિયામાં હડકંપ મચ્યો છે. આવામાં દુનિયાભરમાં એક્સપર્ટ્સની સાથે અમેરિકાના પણ એક્સપર્ટ્સ આ પ્રવાસ પર પોતાના વિચાર મુકી રહ્યા છે. વિલ્સન સેંટરમાં દક્ષિણ એશિયા સંસ્થાના નિદેશક માઈકલ કુગેલમૈન (Michael Kugelman) એ પણ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપની થનારી મુલાકાત પર પોતાના વિચાર મુક્યા છે.
શુ છે મહત્વપૂર્ણ પ્રવાસ
માઈકલ કુગેલમૈને કહ્યુ - આ એ અર્થમાં ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે કે પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રંપને મળનારા દુનિયાના ચોથા નેતા રહેશે. અમે વિશ્વ નેતાઓને આ નવા પ્રશાસન અને નવા રાષ્ટ્રપતિની સાથે મળવા માટે પરસ્પર હરીફાઈ કરતા જોયા છે. તથ્ય એ છે કે પ્રધાનમંત્રી મોદીને ટ્રંપ પ્રશાસને સત્તામાં આવ્યા પક્છી થોડા જ અઠવાડિયાની અંદર જ અમેરિકા આવવા માટે આમંત્રિત કરી દીધા છે. મને લાગે છે કે આ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ અમેરિકા-ભારતની ભાગીદારીનુ મહત્વ બતાવે છે.
શુ થશે આ વખતે
કુગેલમૈને આગળ કહ્યુ, "આ એ માટે પણ થોડી અસામાન્ય બેઠક રહેશે કે ટ્રપ પ્રશાસન માટેના આ શરૂઆતી દિવસ છે. હકીકતમાં તેમને ભારતના પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની તક મળી નથી. ટ્રંપ પ્રશાસનમાં ભારત પર કેન્દ્રીત અનેક પ્રમુખ પદ પણ ખાલી પડ્યા છે જેને હજુ સુધે ભરવામાં આવ્યા નથી. આ જોતા મને લાગે છે કે આ યાત્રા ઉતાવળમાં થઈ રહી છે અને આ એક કામકાજી યાત્રા છે પોલિટિકલ નહી.
શુ કોઈ ડીલ થશે
માઈકલ કુગેલમૈને કહ્યુ, મને નથી લાગતુ કે તેમા કોઈ ઠોસ વાતચીત થશે. જેનાથી કોઈ મોટી ડીલ કે એવુ કશુ થઈ શકે. પણ આ બંને નેતાઓ માટે એકબીજાને સારી રીતે જાણવા અને એકબીજાને પસંદ કરવા પોતાની મૈત્રીને ફરીથી સ્થાપિત કરવા અને આવનારા વર્ષો માટે પ્રાથમિકતાઓ વિશે વાત કરવાની એક મહત્વપૂર્ણ તક રહેશે.