બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ન્યૂયોર્કઃ , બુધવાર, 21 જૂન 2023 (08:39 IST)

પીએમ મોદીને મળ્યા બાદ બોલ્યા Elon Musk, 'હું તેમનો ફેન છું', ભારતમાં Tesla ની એન્ટ્રીને લઈને કરી આ જાહેરાત

elon Musk PM Modi
elon Musk PM Modi
યુએસ પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ન્યૂયોર્કમાં ટ્વિટર અને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓના વડા એલોન મસ્ક(Elon Musk)ને મળ્યા હતા. આ અવસર પર મસ્ક અને પીએમ મોદી વચ્ચે ભારતમાં ટેસ્લાથી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રોકાણ પર ચર્ચા થઈ હતી. પીએમને મળ્યા બાદ એલોન મસ્કે તેમના દિલ ખોલીને વખાણ કર્યા હતા. પ્રેસ સાથે વાત કરતાં મસ્કે કહ્યું, 'હું પીએમ મોદીનો પ્રશંસક છું.' તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. તેથી જ હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. મસ્કે એ પણ જણાવ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવશે.

 
ક્યારે થશે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી ? 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી મસ્કે કહ્યું, “વડાપ્રધાન સાથેની મુલાકાત ખૂબ જ સારી રહી અને મને તેઓ ખૂબ ગમે છે.” ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરીશ.” વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન મસ્કને પૂછવામાં આવ્યું કે શું ઓટોમેકર ભારતીય બજારમાં રસ છે.  તો તેમણે કહ્યું  "ચોક્કસપણે"  અને આગળ કહ્યુ કે ટેસ્લા આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવા માટેનું સ્થાન નક્કી કરે તેવી શક્યતા છે. મસ્કે કહ્યું કે પીએમ મોદી 2015માં અમારી ટેસ્લા ફેક્ટરીમાં આવ્યા હતા. તેથી અમે થોડા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. વડા પ્રધાન અગાઉ 2015 માં કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સ ફેક્ટરીની મુલાકાત દરમિયાન મસ્કને મળ્યા હતા.
 
એલોન મસ્ક આવતા વર્ષે ભારત આવશે
પીએમ મોદીને મળ્યા બાદ ટ્વિટરના વડા મસ્કે કહ્યું, "પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને ભારતમાં મોટું રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. જ્યાં સુધી અમારો સંબંધ છે, અમે માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ." મસ્કએ કહ્યું કે અમારી કંપનીઓ ભારત માટે કામ કરવા માંગે છે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે. ભારતમાં વિશાળ સંભાવનાઓ છે અને તેઓ ભારતમાં ઇન્વેસ્ટમેંટ કરવા માટે વિચારી રહ્યા છે.
 
સ્ટારલિંક સેવાઓ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે
ઇલોન મસ્કે પણ આ અવસર પર પોતાની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં ટૂંક સમયમાં સ્ટારલિંક ઈન્ટરનેટ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સ્ટારલિંક મસ્કના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. સ્ટારલિંક અવકાશમાં ઉપગ્રહોની મદદથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે. સ્ટારલિંક ઉપરાંત, ભારતી એરટેલ પણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા વનવેબ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
 
ટેસ્લાની ગાડી  ક્યાં અટકી રહી છે?
મસ્કની કંપની ટેસ્લા છેલ્લા ઘણા સમયથી ભારતમાં એન્ટ્રીની રાહ જોઈ રહી છે. પરંતુ ભારતમાં ફેક્ટરી સ્થાપવા અંગેના મતભેદો અને દેશની 100 ટકા આયાત જકાતને કારણે સ્ટેન્ડઓફ થયો છે. સરકારે EV ઉત્પાદકને સ્થાનિક પ્રાપ્તિ વધારવા અને વિગતવાર ઉત્પાદન યોજનાઓ શેર કરવા જણાવ્યું છે, જ્યારે મસ્કે ઓછા કરની માંગ કરી છે જેથી ટેસ્લા સસ્તા ભાવે આયાતી વાહનોનું વેચાણ કરીને ભારતના પરવડે તેવા કાર બજારમાં પ્રવેશી શકે.