OMG - દૂધની અછત દૂર કરવા કતારના વેપારીએ વિદેશથી ગાયો મગાવી
કતાર અને તેના પડોશી અખાતી દેશોની વચ્ચે ચાલી રહેલા વિવાદ વધી રહ્યો છે. જો કે તમામ મુશ્કેલી વચ્ચે પણ કતાર સમાધાન કરવા માટે તૈયાર નથી. વિવિધ પ્રતિબંધની અસર ખાળવા માટે કતારનો એક વ્યાપારી ૪ હજાર ગાયને વિમાન માર્ગે કતાર લાવશે
આ ગાયોની આયાત કરવાનો હેતુ કતારમાં તાજા દૂધનો પુરવઠો મળી રહે એ માટેનો છે. હાલના સંકટમાં કતારની સૌથી મોટી તાકાત તેની પ્રજા જ છે, જે પોતાની સરકારના ટેકામાં છે. યાદ રહે કે માથાદીઠ આવકની દૃષ્ટિએ કતાર વિશ્વનો સૌથી અમીર દેશ છે. કતાર પાસે પ્રાકૃતિક ગેસનો પણ વિશાળ જથ્થો છે.સાઉદી અરેબિયા, યુએઇ, ઇજિપ્ત અને બહેરીને કતાર પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવવા સાથે તમામ આર્થિક તથા રાજનીતિક સંબંધ તોડી નાખ્યા છે. આ દેશોએ પોતાના હવાઇ માર્ગને પણ કતાર માટે બંધ કરી દીધો છે.