બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 29 મે 2021 (18:37 IST)

ઓસ્ટ્રેલિયાએ ભારત પાસે માંગ્યુ 5 હજાર લીટર ઝેર, જાણો કારણ

આખી દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં હાલ ઉંદરોએ આતંક મચાવ્યો છે. આ ઉંદરો ખેતરોને નુકશાન કરી  રહ્યા છે પણ તે હવે ઘરોમાં પણ ઘુસીને અનેક પ્રકારનો સામાન નષ્ટ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં બધા લોકો ઉંદરોથી ખૂબ પરેશાન છે. ત્યના ખેડૂત આ ઉંદરોથી ખૂબ પરેશાન છે. ઉંદરો તેમનો બધો પાક ખરાબ કરી રહ્યા છે. ઉંદરોના ત્રાસથી બચવા માટે સરકાર અનેક પ્રકારના ઉપાયો શોઘવામાં લાગી છે.  એક રિપોર્ટ મુજબ આ ઉ6દરોને મારવા માટે ઓસ્ટ્રેલિયએ ભારત પાસેથી 5 હજાર લીટર ઝેરની માંગ કરી છે. જો ઉંદરોનો આ આતંક ચાલુ રહ્યો તો ગ્રામીણ અને ક્ષેત્રીય ન્યૂ સાઉથ વેલ્સ આર્થિક અને સઆમાજીક સંકટનો સામનો કરવો પડી શકે છે. 
 
ઉંદરોને ખતમ કરવા મોટો પડકાર 
 
ઉંદરોના આંતક પર ચિંતા બતાવતા કૃષિ મંત્રી એડમ માર્શલે કહ્યુ કે જો વસંત સુધી આ ઉંદરોની સંખ્યા ઓછી કરી શકીએ તો આપણી સામે અનેક પ્રકારની પરેશાનીઓ ઉભી સહે.  ઉંદરરોની વધતી સંખ્યા ગ્રામીણ અને ન્યૂ સાઉથ વએલ્સમાં એક પૂર્ણ આર્થિક અને સામાજીક સંકટનો સામનો કરવો પડી શકે છે.  તેમનુ કહેવુ છે કે ઉંદરોનો કહેર કૃષિ ભૂમિ સુધી જ સીમિત નથી, પરંતુ આ હવે ઘરોને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. 
 
ઉંદરોને કારણે લાગી ઘરમાં આગ 
 
થોડા દિવસ પહેલા ઉંદરોએ વીજળીના તાર કતરી નાખવાથી એક પરિવારના ઘરમાં આગ લાગી ગઈ હતી.  બ્રૂસ બાર્ન્સ નામના એક વ્યક્તિએ કહ્યુ કે તે મઘ્ય ન્યૂ સાઉથ વેલ્સ શહેર બોગન ગેટ પાસે પોતાના પરિવારના ખેતરમાં પાક લગાવીને એક રીતે જુગાર રમી રહ્યા છે.   તેમનુ કહેવુ છે કે અમે પૂરી મહેનતથી પાકને તૈયાર કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યુ કે ઉંદરોને કારણે તેમનો પાક ખરાબ થવાનો ભય છે. જો આવુ થાય છે તો તેમની મહેનત બેકાર ચલી જશે. 
 
અનેક લોકો થઈ ગયા બીમાર 
 
એક રિપોર્ટ મુજબ ઉંદરો દરેક સ્થાન પર છે. તે ઘરોમાં, ખેતરો, વાહનો, ફર્નીચર, છત, શાળા અને અહી સુધી કે હોસ્પિટલોમાં પણ જોવા મળ્યા. ઉંદરોએ રાજ્યના અનેક કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યા.  સૌથી વધુ લોકોએ દુર્ગંધની ફરિયાદ કરી છે.  પીડિત ક્ષેત્રમાં સતત ઉંદરોના મૂત્ર અને સડનારા ઉંદરોની દુર્ગધ આવી રહી છે. જેને કારણે ઘણા લોકો બીમાર પડી ગયા છે. 
 
ભારત પાસે માંગ્યુ 5 હજાર લીટર ઝેર 
 
રાજ્ય સરકારે આ ઉંદરોનો ખાત્મો કરવા માટે ભારતમાંથી પ્રતિબંધિત ઝેર બ્રોમૈડિઓલોનના 5000 લીટર (1320 ગેલન) ની માંગ કરી છે.  સંઘીય સરકારના નિયામક અત્યાર સુધી ખેતીની જમીન પર ઝેરનો ઉપયોગ કરવા માટે તત્કાલિન અરજીઓને મંજુરી આપી નથી.