રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2024 (18:32 IST)

યુક્રેન વચ્ચેના ડ્રોન હુમલા વધુ ઘાતક થઈ ગયા છે, સૌથી ઘાતક ડ્રોન હુમલા

ukrain crash
રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં નવો વળાંક આવ્યો છે. બંને દેશોએ એકબીજા ઉપર અત્યાર સુધીના સૌથી ઘાતક ડ્રોન હુમલા કર્યા છે.
 
રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું, "અમે છ સ્થળોએ યુક્રેનના ડ્રોન હુમલા અટકાવ્યા છે. જેમાંથી અમુક પાટનગર મૉસ્કો તરફ જઈ રહ્યા હતા. આને કારણે મૉસ્કોનાં ત્રણ મુખ્ય હવાઈ મથકો ઉપરથી 
ઉડ્ડાણોને ડાયવર્ટ કરવી પડી હતી."
 
યુક્રેને રવિવારે કરેલા હુમલોને, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. મૉસ્કોના ગવર્નરે પણ આ હુમલાને 'બહુ મોટા' ગણાવ્યા હતા.રશિયન અધિકારીઓના કહેવા પ્રમાણે, મોટા ભાગના ડ્રોનને રામેનસ્કોએ, કોલોમ્ના, ડોમોડેડોવોમાં તોડી પડાયા હતા.
 
બીજી બાજુ, "યુક્રેનના વાયુદળે રવિવારે કહ્યું, "રશિયાએ શનિવારે રાત્રે યુક્રેનના અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવીને 145 જેટલા ડ્રોનહુમલા કર્યા, જેમાંથી મોટાભાગનાને તોડી પડાયા હતા."
 
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા છે અને એવી આશા સેવાઈ રહી હતી કે તેઓ આ સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલા લેશે. પરંતુ એ પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેના ડ્રોન 
હુમલા વધુ ઘાતક થઈ ગયા છે.
 
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મૉસ્કોની દક્ષિણ-પશ્ચિમે આવેલા રામેનસ્કોએમાં કાટમાળ પડવાને કારણે પાંચ લોકો ઘાયલ થયા હતા અને ચાર ઘરમાં આગ લાગી હતી. મંત્રાલયના જણાવ્યા 
પ્રમાણે, આ વિસ્તારમાં 34 ડ્રોન તોડી પડાયા હતા.