1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 2 ઑક્ટોબર 2022 (11:17 IST)

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ સ્ટેડિયમમાં હિંસા ફાટી નીકળી, 129ના મોત; 180 ઘાયલ

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ નાસભાગમાં મૃત્યુઆંક 129 થઈ ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 180ને પાર થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે હારેલી ટીમના દર્શકો ગુસ્સે ભરાયા હતા અને પિચ પર હુમલો કર્યો હતો. પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ અને સેંકડો લોકો માર્યા ગયા.
 
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં મલંગમાં સ્ટેડિયમની પીચ પર લોકો દોડતા જોઈ શકાય છે. આ ઘટનામાં 129 લોકોના મોત થયા હતા જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા હતા. 
(Edited by - Monica Sahu)