શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (10:30 IST)

ભૂકંપના આંચકાથી ધ્રૂજ્યું ઈન્ડોનેશિયા, સુનામીની ચેતવણી બાદ લોકોમાં ગભરાટ

ઇન્ડોનેશિયા(Indonesia) ના ફ્લોરેસ સી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપ(Earthquake) આવ્યો હતો. ઇન્ડોનેશિયાએ ફ્લોરેસ ટાપુ નજીક આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. ભૂકંપ બાદ સમગ્ર ટાપુમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને જાનમાલના નુકસાનની આશંકા છે. જો કે હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી.
 
GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં શુક્રવારે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઉત્તર પશ્ચિમ કિનારે 6.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લી વખત 2004માં ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે સુનામી આવી હતી. 26 ડિસેમ્બર, 2004ના રોજ ઉત્તરપશ્ચિમ સુમાત્રાના દરિયાકાંઠે 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત, થાઇલેન્ડ અને નવમાં 230,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.