1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2025 (08:40 IST)

સવારે ભૂકંપના જોરદાર આંચકા, તીવ્રતા 5.2, લોકોના ઘરમાંથી વિડીયો થયો વાયરલ

earthquake
Weather updates- સોમવારે સવારે દક્ષિણ કેલિફોર્નિયામાં જોરદાર ભૂકંપ આવ્યો. સોમવારે સવારે સાન ડિએગોમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતીના આ ધ્રુજારીએ માત્ર ઘરોની દીવાલો અને બારીઓ હચમચાવી ન હતી, પરંતુ હૃદયના ધબકારા પણ વધારી દીધા હતા. લોસ એન્જલસથી લઈને સાન ડિએગો અને આસપાસના વિસ્તારોમાં લોકોએ ધ્રુજારીનો સ્પષ્ટ અનુભવ કર્યો હતો.
 
ભૂકંપનું કેન્દ્ર અને અસર
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જૂલિયન શહેરથી લગભગ 4 કિલોમીટર દક્ષિણમાં સપાટીની ખૂબ નજીક હતું, જેના કારણે આંચકાની તીવ્રતા અને અસર વધુ અનુભવાઈ હતી.