1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (11:02 IST)

તોફાન 4 મહિનાના બાળકને તેના પારણા સહિત લઈ ગયું, બાદમાં ઝાડ પર આ હાલતમાં મળી આવ્યું

america news
અમેરિકામાં એક 4 મહિનાનું બાળક તોફાનમાં ઉડી ગયું હતું, પરંતુ તેમ છતાં તે સુરક્ષિત રીતે બચી ગયું હતું. બાદમાં બાળક ઘરથી દૂર એક ઝાડની ડાળીમાં ફસાયેલું મળી આવ્યું હતું.

બાળકના શરીર પર કોઈ ખરોચ  કે ઈજા પણ નહોતી. લોકો તેને દૈવી ચમત્કાર ગણાવી રહ્યા છે. આ ચમત્કારિક ઘટના અમેરિકાના ટેનેસી રાજ્યમાં બની છે. બાળકના માતા-પિતાએ જણાવ્યું કે રાજ્યમાં આવેલા વાવાઝોડામાં તેમનું મોબાઈલ ઘર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે.

તેણે જણાવ્યું કે તેના બે બાળકો છે. એક બાળક વાવાઝોડામાં વહી ગયું હતું અને ઝાડની ડાળી સાથે અટવાઈ ગયું હતું. તોફાન દરમિયાન આ વૃક્ષ પણ પડી ગયું હતું. આ સમયે વરસાદ પણ પડ્યો હતો. સાથે જ બાળકના અન્ય ભાઈને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ તે સુરક્ષિત છે. દંપતીએ જણાવ્યું કે વાવાઝોડામાં તેની સાથે બાળકનું પારણું પણ ઉડી ગયું હતું.