રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (10:15 IST)

Corona Virus- અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત

ગુજરાતમાં કોરોના ફરી એકવાર ફુંફાડા મારવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મોત અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે 82 વર્ષીય વૃદ્ધાનું મોત 
 
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રીના પગલે શહેરના દરિયાપુરમાં પહેલું મોત નિપજ્યું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
 
મોટા ભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. 35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે,બહારથી અમદાવાદ આવેલા લોકો બીમાર પડ્યા બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે અને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે