શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (18:40 IST)

અમદાવાદની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન, જાણો ક્યારે શરુ થશે આ પરીક્ષા

exam
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10 અને 12ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. અને બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ વર્ષે પણ ધો.10ની બોર્ડની પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંતે યોજાશે. જેમાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા તદ્દન બોર્ડની પરીક્ષાની જેમ જ લેવાશે. પ્રિ-બોર્ડ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. તેમજ આ પરીક્ષાના પેપર પણ કેન્દ્રિય પદ્ધતિથી કાઢવામા આવશે.