બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2023 (17:16 IST)

Video: કિંગ કોબરાને બાથરૂમમાં લઈ જઈને નવડાવવા લાગી મહિલા, વીડિયો જોઈને થઈ જશો હેરાન

bathing king kobr
bathing king kobr
કોઈને કોઈને આ દુનિયામાં ખૂબ જ ભય લાગે છે તો કોઈ પણ વાતાવરણથી ગભરાતા નથી. સોશિયલ મીડિયા પર આવેલ અવાર નવાર કંઈક ને કંઈક વાયરલ થતુ જ રહે છે.  હવે તાજેતરમાં જ એક એવુ વિચિત્ર વીડિયો સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિ વગર કોઈ ભયના એક ખતરનાક કોબરાને નવડાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી હવે વાયરલ થઈ ગયુ છે. 
 
જુઓ કોબરાને જાતે નવડાવતો વીડિયો 

 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાથરૂમમાં કિંગ કોબરા સાથે છે. ત્યારબાદ તે પાસે મુકેલી ડોલથી કોબરાને નવડાવવાનુ શરૂ કરી દે છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ આ દરમિયાન કોબરાને વારેઘડીએ પોતાના હાથેથી અડી રહ્યો છે. ભારતના એક ફોરેસ્ટ સર્વિસ ઓફિસરે આ વીડિયો શેયર કર્યો છે. જેમા તેમણે આ વ્યક્તિને કહ્યુ છે કે તમે કેમ આગ સાથે રમી  રહ્યા છો. 
 
ફોરેસ્ટ ઓફિસર સુસાંતા નંદાએ એક્સ પર લખ્યુ, કિંગ કોબરાને નવડાવવુ.. સાંપો ની પાસે પોતાની સુરક્ષા અને ખુદને સ્વચ્છ રાખવા માટે ત્વચા હોય છે. જેને તેઓ સમય સમય પર છોડતા રહે છે, તો પછી આગ સાથે રમવાની શી જરૂર છે ?
 
વીડિયો પોસ્ટ કર્યા પછી તેને અત્યાર સુધી 18000 થી  વધુ લોકો જોઈ ચુક્યા છે. અનેક યુઝર્સ પોત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.