1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
  4. Three students killed in US shooting

અમેરિકામાં ગોળીબારી 15 વર્ષના વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું, 3નાં મોત, 8 લોકો ઘાયલ

અમેરિકામાં ગોળીવબારી ત્રણ વિદ્યાર્થીઓની મોત
અમેરિકાના મિશિગનમાં ડેટ્રાયટની પાસે એક હાઈ સ્કૂલમાં થઈ ગોળીબારીની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓની મોત થઈ ગઈ અને આઠ બીજા ઈજાગ્રસ્ત થઈ ગયા. 
 
ઓકલેંડ કાઉંટી અંડરશેરિફ માઈકલ મેકકેબી આ જાણકારી આપી તેણે કહ્યુ આ દુર્ભાગયપૂર્ણની વાત છે કે મને આ રિપોર્ટ આપવી પડી રહી છે કે અત્યારે અમારી પાસે ત્રણ મૃતક છે આ બધા વિદ્યાર્થી છે. 

એવું માનવામાં આવે છે કે 15-20 રાઉન્ડ ગોળીબાર થયા છે. શંકાસ્પદે બોડી આર્મર પહેર્યું નહોતું. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં હુમલાખોર એકલો જ હતો. 
 
તેણે જણાવ્યુ કે ગોળીબારી ક્લરનાર વ્યક્તિ હાઈ સ્કૂલના 15 વર્ષીય વિદ્યાર્થી છે અને તેને કસ્ટડીમાં લઈ લીધુ છે. ગોળીબારી કરવાનો ઉદ્દેશ્ય અત્યારે ખબર પડી શક્યો નથી.