સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (11:27 IST)

તુર્કી સીરિયા ભૂકંપ : અત્યાર સુધી 20 હજાર લોકોનું મૃત્યુ, યુએને કહ્યું - હજુ વધી શકે છે સંખ્યા

સોમવારના તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 20 હજાર લોકોનું મૃત્યુ થયું છે. ત્યારે, સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની સ્પષ્ટ માહિતી હજુ નથી.
 
બંને દેશોમાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે પરંતુ ભૂકંપને હવે 100 કલાકથી વધુ થયા છે અને કાટમાળમાં લોકોના બચ્યા હોવાની આશા ઓછી છે.
 
આ દરમિયાન હજારો લોકો જે ભૂકંપમાં બચી ગયા છે તેમના માટે કડકડતી ઠંડી એક નવી મુશ્કેલી છે. રહેવાની જગ્યા સિવાય, ખાવા-પીવાની વસ્તુઓની કમી છે.
 
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેશે કહ્યું કે આ ભૂકંપનું સ્પષ્ટ ચિત્ર હજુ સામે નથી આવ્યું, રહેવાની જગ્યા, ખાવા-પીવાની વસ્તુઓની કમી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે જો ભૂકંપમાં બચેલા લોકો સુધી ખાવા-પીવાની વસ્તુઓ, પાણી, દવા અને રહેવાની જગ્યાની મદદ ન પહોંચી તો બીજી આપદા આવી શકે છે.
 
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને દક્ષિણ તુર્કીના 10 પ્રાંતોમાં ત્રણ મહિના માટે કટોકટીની જાહેરાત કરી છે અને ભૂકંપને આ 'સદીની સૌથી મોટી તબાહી' કહી છે.
 
ઓસ્માનિયા પ્રાંતમાં રાહત અને બચાવકાર્યનું નિરીક્ષણ કરવા આવેલા રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યું કે, "આ ભૂકંપથી મોટાપાયે નુકસાન થયું છે. આ સદીની તબાદી કહી શકાય તેવી ઘટના છે. હજારો લોકો રાહત અને બચાવકાર્યમાં મદદ કરવા માટે આવી રહ્યા છે. સમગ્ર દેશના અલગઅલગ ભાગોથી અને બીજા દેશોથી દરેક પ્રકારની મદદ અને ગાડીઓ આ વિસ્તારમાં લાવવામાં આવી રહી છે."