સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2024 (11:35 IST)

US Presidential Election: અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શુ છે રેડ, બ્લૂ અને પર્પલ રાજ્ય, જાણો ક્યા છે ટક્કર

US elections
2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રાજ્યોને મોટેભાગે તેમના રાજનીતિક પસંદગીના આધાર પર ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેચવામાં આવે છે. રેડ, બ્લૂ અને પર્પલ રાજ્ય. આ શ્રેણીઓનો ઉપયોગ એ સમજવા માટે કરવામાં આવે છે કે કયુ રાજ્ય સમાન્ય રીતે કંઈ પાર્ટીનુ સમર્થન કરે છે અને ચૂંટણીમાં આ ત્રણ રંગોના મહત્વ વિશે જાણીએ. 
 
રેડ સ્ટેટસ
રેડ સ્ટેટ્સ એ રાજ્ય છે જે પરંપરાગત રૂપે રિપબ્લિકન પાર્ટીનુ સમર્થન કરે છે. આ રાજ્યોમાં રિપબ્લિકન ઉમેદવારને મોટેભાગે ભારે બહુમતથી વોટ મળે છે. લાલ રંગ રિપબ્લિકન પાર્ટીનુ પ્રતિક  હોય છે. તેથી આ રાજ્યોને રેડ સ્ટેટ્સ કહેવામાં આવે છે.  ટેક્સાસ, અલબામા અને ઓક્લાહોમા જેવા રાજ્ય સામાન્ય રીતે રેડ સ્ટેટસની કેટેગરીમાં આવે છે.       

બ્લૂ સ્ટેટ્સ - એ રાજ્ય છે જે પરંપરાગત રૂપે ડેમોક્રેટિક પાર્ટીનુ સમર્થન કરે છે. આ રાજ્યોમાં ડેમોક્રેટિક ઉમેદવારને મોટેભાગે  બહુમતથી વોટ મળે છે. ભૂરો રંગ ડેમોક્રેટિક પાર્ટીનુ પ્રતિક હોય છે તેથી આ રાજ્યોને બ્લૂ સ્ટેટ્સ કહેવામાં આવે છે. કૈલિફોર્નિયા અને મૈસાચુસેટ્સ જેવા રાજ્ય સામાન્ય રીતે બ્લૂ સ્ટેટ્સની શ્રેણીમાં આવે છે. 
 
પર્પલ સ્ટેટ્સ 
પર્પલ સ્ટેટ્સ, જેને સ્વિંગ સ્ટેટ્સ અથવા બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવા રાજ્યો છે કે જેમાં કોઈ સ્પષ્ટ રાજકીય વલણ નથી અને જે ક્યારેક રિપબ્લિકન અને ક્યારેક ડેમોક્રેટિક પક્ષોને સમર્થન આપે છે. આ રાજ્યો ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે અહીંના મતો મોટાભાગે ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં નિર્ણાયક હોય છે. જાંબલી રંગ પ્રતીક  છે કે આ રાજ્યો ન તો સંપૂર્ણ રીતે રેડ સમર્થક છે કે ન તો વાદળી છે. ફ્લોરિડા, ઓહિયો અને પેન્સિલવેનિયા  જેવા રાજ્ય સામાન્ય રીતે પર્પલ સ્ટેટ્સની શ્રેણીમાં આવે છે.
 
 
 
અહી હોય છે સૌનુ ધ્યાન -  ચૂંટણી દરમિયાન પર્પલ રાજ્યો પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે કારણ કે આ રાજ્યોના મત ચૂંટણીના પરિણામ નક્કી કરી શકે છે. અહીં ચૂંટણી પ્રચાર, જાહેરાતો અને રેલીઓ પર વધુ ભાર આપવામાં આવે છે. રેડ, બ્લૂ અને પર્પલ રાજ્યોને સમજવાથી યુએસ પ્રમુખપદની ચૂંટણીની જટિલતાને સમજવામાં મદદ મળે છે.
 
સ્વિંગ રાજ્યોમાં કેટલા ઈલેક્ટોરલ કોલેજના મત ?
 
 
પેન્સિલવેનિયા - 19
 
 
જ્યોર્જિયા - 16
 
ઉત્તર કેરોલિના - 16
 
મિશિગન - 15
 
એરિઝોના - 11
 
વિસ્કોન્સિન - 10
 
નેવાડા - 6
 
સ્વિંગ પોઝિશનમાં કોનો હાથ ઉપર છે?
તાજેતરના સર્વેમાં, અમેરિકાના આ સાત સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ સ્પર્ધા છે. ટ્રમ્પને પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને એરિઝોનામાં થોડી લીડ છે, જ્યારે કમલા હેરિસને મિશિગન, વિસ્કોન્સિન અને નેવાડામાં થોડી લીડ મળતી જણાય છે.