ભારતને પરમાણુ હુમલાની ધમકી ન આપે પાક. - અમેરિકા
અમેરિકાએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા કરવામા આવેલ પરમાણુ હુમલાની ધમકીઓ પર આપત્તિ બતાવી છે અને આ સંબંધમાં પાકિસ્તાનને પોતાની નાખુશી વિશે સૂચિત કર્યુ છે. વિદેશ મંત્રાલયે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે અમે આ વિશે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધુ છે. અમે વારેઘડીએ આવુ કર્યુ છે.
અધિકારીએ પોતાનુ નામ ન છાપવાની શરત આ માહિતી આપી. જો કે તેમણે આ વાતની ચોખવટ ન કરી કે પાકિસ્તાનને આ સંદેશ ક્યા સ્તર પર મોકલવામાં આવ્યુ છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે છેલ્લા 15 દિવસમાં બે વાર આવુ કહ્યુ છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ પરમાણુ હથિયારોન ઉપયોગ કરી શકે છે. અધિકારીએ જ્યારે આસિફના આ નિવેદન વિશે પૂછવામાં આવ્યુ તો તેમને કહ્યુ કે આ ખૂબ ચિંતાજનક છે. આ ગંભીર વાત છે.
આસિફે પોતાના તાજા ઈંટરવ્યુમાં એક પાકિસ્તાનીને કહ્યુ કે જો ભારત અમારી સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને નષ્ટ કરી દઈશુ. પાકિસ્તાનની સેના ભારતના કોઈપણ દુ:સાહસનો જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ હતુ, "અમે પરમાણુ હથિયાર બતાડવા માટે નથી મુક્યા. જો આવી સ્થિતિ ઉભી થાય છે તો આપણે તેનો (પરમાણુ હથિયાર)નો ઉપયોગ કરશો અને ભારતને નષ્ટ કરી દેશે. આ નિવેદનથી ઓબમા સરકારે ત્રાંસી આંખ કરી છે અને ટોચના પાકિસ્તાની નેતૃત્વને બિનજવાબદાર વ્યવ્હાર માનવામાં આવી રહ્યો છે.