રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 માર્ચ 2024 (07:04 IST)

Kate Middleton: વેલ્સની રાજકુમારીને થયું કેન્સર,કીમોથેરપી શરૂ, કહ્યું- છેલ્લા બે મહિના અમારા માટે ઘણા મુશ્કેલ રહ્યા

wales princess catherine
wales princess catherine
વેલ્સની રાજકુમારી કેટ મિડલટન કેન્સરથી પીડિત છે. તેની કીમોથેરાપી શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ રજુ  કરતા તેણે કહ્યું કે છેલ્લા બે મહિના અમારા આખા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જો કે તેને કયું કેન્સર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે લોકોને ગોપનીયતાનું સન્માન કરવા કહ્યું છે.
 
સારવાર માટે  પ્રાઈવેસીની જરૂર
વીડિયો સંદેશમાં રાજકુમારીએ કહ્યું કે એક પરિવાર તરીકે અમને આશા છે કે તમે આ સમજી શકશો. અમને સારવાર માટે થોડો સમય, સ્થાન અને પ્રાઈવેસીની જરૂર છે. કેટે કહ્યું કે આ અમારા માટે આધાતજનક  છે. તેણે કહ્યું કે જ્યારે મારી પેટની સર્જરી થઈ ત્યારે ડોક્ટરોને લાગ્યું કે મને કેન્સર જેવી કોઈ બીમારી નથી અને મારી સર્જરી સફળ રહી. જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ ડોકટરોને મારામાં કેન્સરના લક્ષણો જણાયા. જોકે હવે કીમોથેરાપી શરૂ કરી દેવામાં આવી છે.
 
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે પણ સહાનુભૂતિ દર્શાવી 
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ રાજકુમારી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક્સ પર પોસ્ટ કરતા તેણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં આખો દેશ તમારી સાથે છે. તમામ દેશવાસીઓ તમને પ્રેમ કરે છે.