#webviral પુતળા સાથે અશ્લીલ હરકત, શુ છે આ તસ્વીરની હકીકત
તેની ભૂલ છે. આ શુ પહેરી રાખ્યુ છે. ત્યા ગઈ જ કેમ હતી ? આ પ્રકારના વાક્યો સાથે મહિલાઓ સાથે થનારા યૌન અપરાધો માટે તેને જ જવાબદાર ઠેરવનારા લોકોને શીખ આપતો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અનેક લોકો અશ્લીલ હરકતો કે યૌન અપરાધોની શિકર મહિલાઓ સાથે ચર્ચાકરી આ સાબિત કરવાની કોશિશ કરે છે કે તેના પહેરવેશે પુરૂષોને ઉશ્કેર્યો. આ તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમા બુરકો પહેરેલ યુવતીના પુતળા સાથે એક માણસ અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે.
આ તસ્વીરના વાયરલ હોવાનુ કારણ આ વાતને સાબિત કરવાનુ છે કે મહિલાઓ પ્રત્યે અપરાધ તેમના પહેરવેશને કારણે નહી પણ પુરૂષોની ઓછી માનસિકતાને કારણે હોય છે. તસ્વીરમાં પુતળા સાથે પણ આ માણસ અશ્લીલ હરકતો કરવાથી ખુદને રોકી શક્યો નથી.