શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 માર્ચ 2018 (17:47 IST)

Stephen Hawking -સ્ટીફન હૉકિંગને શુ બીમારી હતી અને તે તેનાથી કેવી રીતે હાર્યા

21 વર્ષના એક નવયુવાનને જ્યારે દુનિયા બદલવાનુ સપનુ જોઈ રહ્યો હતો ત્યારે કુદરતે અચાનક એવો ઝટકો આપ્યો કે તે અચાનક ચાલતા ચાલતા જ લડખડાયા. શરૂઆતમાં તો લાગ્યુ કે કોઈ સામાન્ય પરેશાની હશે પણ ડોક્ટરોએ તપાસ પછી એક એવી બીમારીનુ નામ બતાવ્યુ જે સાંભળીને આ યુવા વૈજ્ઞાનિકના હોશ ઉડી ગયા. 
 
આ સ્ટીફન હૉકિંગની સ્ટોરી છે. જેમણે 21 વર્ષની વયમાં જ કહી દેવામાં આવ્યુ હતુ કે બે ત્રણ વર્ષ જ તેઓ જીવી શકશે.  વર્ષ 1942માં ઓક્સફોર્ડમાં જન્મેલા હૉકિંગના પિતા રિસર્ચ બૉયોલોજિસ્ટ હતા અને જર્મનીની બોમ્બારીથી બચવા માટે લંડનથી ત્યા જઈને વસી ગયા. 
 
ક્યારે જાણ થઈ બીમારીની ?
હૉકિંગનુ પાલન-પોષણ લંડન અને સેંટ અલ્બંસમાં થયુ અને ઑક્સફોર્ડથી ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી લીધા પછી તેઓ કૉસ્મોલૉજીમાં પોસ્ટગ્રેજ્યુએટ રિસર્ચ કરવા માટે કૈમ્બ્રિજ જતા રહ્યા.  વર્ષ 1963માં આ યૂનિવર્સિટીમાં અચાનક તેમને જાણ થઈ કે તેઓ મોટર ન્યૂરોન બીમારીથી પીડિત છે.  કૉલેજના દિવસોમાં તેમને ઘોડેસવારી અને નૌકા ચલાવવાનો શોખ હતો. પણ આ બીમારીએ તેમનુ શરીરના મોટાભાગના ભાગમાં લકવાની ચપેટમાં લઈ લીધો. 
 
વર્ષ 1964માં તેઓ જ્યારે જેન સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ તેમને બે કે વધુમાં વધુ ત્રણ વર્ષનો સમય આપ્યો હતો. પણ હૉકિંગને નસીબે સાથે આપ્યો અને આ બીમારી ઓછી ગતિએ વધી. પણ આ બીમારી શુ હતી અને શરીરને કેવી રીતે નુકશાન પહોંચાડી શકે છે ?
બીમારીનુ નામ શુ  છે ?
 
આ બીમારીનુ નામ છે મોટર ન્યૂરૉન ડિસીઝ (MND).
 
એનએસએચ મુજબ આ એક અસાધારણ સ્થિતિ છે જે મગજ અને તંત્રિકા પર અસર નાખે છે. તેનાથી શરીરમાં કમજોરી જન્મે છે જે સમયની સાથે વધે છે. 
 
આ બીમારી હંમેશા જીવલેણ સાબિત થાય છે અને જીવનકાળ સીમિત બનાવી દે છે. જો કે કેટલાક લોકો વધુ જીવવામાં સફળ થઈ જાય છે. હૉકિંગના મામલે આવુ જ થયુ હતુ. 
 
આ બીમારીનો કોઈ ઈલાજ નથી પણ એક એવો ઈલાજ છે જે રોજબરોજ જીવન પર પડનારી તેની અસરને સીમિત બનાવી શકે છે. 
 
શુ લક્ષણ છે આ બીમારીના ?
આ બીમારી સાથે સમસ્યા એ છે કે આ શક્ય છે કે શરૂઆતમાં લક્ષણ જાણ જ ન થાય અને ચીરે ધીરે સામે આવે. 
 
આના શરૂઆતી લક્ષણ છે 
 
એડી કે પગમાં કમજોરી અનુભવ થાય. તમે ગબડી શકો છો. કે પછી સીડી ચઢવામાં સમસ્યા થઈ શકે છે. બોલવામાં સમસ્યા થવા માંડે છે અને કેટલાક પ્રકારનુ ખાવાનુ ખાવામાં સમસ્યા થઈ શકે છે. પકડ કમજોર થઈ શકે છે. હાથમાંથી વસ્તુઓ પડી શકે છે. ડબ્બાનુ ઢાંકણ ખોલવામાં કે બટન લગાવવામાં પણ પરેશાની થઈ શકે છે. 
 
માંસપેશીયોમાં ક્રેમ્પ આવી શકે છે. વજન ઓછુ થવા માંડે છે. હાથ પગની માંસપેશીયો સમય સાથે પાતળી થવા માંડે છે. 
 
આ બીમારી કોણે થઈ શકે છે ?
 
મોટર ન્યૂરૉન બીમારી અસાધારણ સ્થિતિ છે જે સામાન્ય રીતે 60 અને 70ની વયમાં હુમલો કરે છે પણ આ બધી વયના લોકોને થઈ શકે છે. આ બીમારી મગજ અને તંત્રિકા સેલમાં પરેશાની પેદા થવાની થાય છે. આ સેલ સમય સાથે કામ કરવા બંધ કરી દે છે પણ આજ સુધી એ જાણ નથી થઈ શક્યુ કે આ કેવી રીતે થાય છે. 
 
જે લોકોને મોટર ન્યૂરૉન ડિસીજ કે તેની સાથે જોડાયેલી પરેશાની ફ્રંટોટેમ્પરલ ડિમેશિયા હોય છે.  તેનાથી નિકટના સંબંધ રાખનારા લોકોને પણ આ થઈ શકે છે.  પણ મોટાભાગના મામલે આ પરિવાર વધુ સભ્યોને થતી નથી દેખાતી. 
 
 
કેવી રીતે જાણ થાય છે આ બીમારી ?
 
શરૂઆતી ચરણોમાં આ બીમારીની જાણ  લગાવવી મુશ્કેલ છે. એવો કોઈ ટેસ્ટ નથી જે આ બીમારીની જાણ લગાવી શકે  અને આવી અનેક સ્થિતિયો છે જેમના કારણે આ પ્રકારણા લક્ષણ થઈ શકે છે. 
 
આ બીમારી છે અને બીજી કોઈ મુશ્કેલી નથી. આ જાણ કરવા માટે આ બધુ કરી શકે છે. 
 
બ્લડ ટેસ્ટ 
 
મગજ અને કરોડરજ્જુની હાડકાનુ સ્કૈન... માંસપેશીયો અને તંત્રિકામાં ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીને આંકવાનો ટેસ્ટ 
- લમ્પર પંક્ચર જેમા કરોડરજ્જુની હાંડકામાં સોઈ નાખીને ફ્લૂડ લેવામાં આવે છે. 
- તેમા સ્પેશલાઈજ્ડ ક્લીનિક કે નર્સની જરૂર હોય છે જે ઑક્યૂપેશનલ થેરેપી અપનાવે છે જેથી રોજબરોજની કામકાજ કરવામાં  થોડી સહેલાઈ હો શકે. 
 
ફિઝિયોથેરેપી અને બીજા વ્યાયામ જેથી તાકત બચી રહે. 
સ્પિચ થેરેપી અને ડાયેટનો ખાસ ખ્યાલ રાખો 
રિલુજોલ નામની દવા જે આ બીમારેને વધવાની ગતિ ઓછી રાખે છે. 
ભાવનાત્મક સહાયતા  
કેવી રીતે વધે છે આ બીમારી? 
 
હોકિંગે બીમારીને કેવી રીતે હરાવી ?
 
ન્યૂરોણ મોટર બીમારીને એમીટ્રોફિક લૈટરલ સ્કલેરોસિસ (ALS)પણ કહે છે. આ ડિસઓર્ડર કોઈને પણ હોય શકે છે. એ પહેલા માંસપેશીયોને કમજોર બનાવે છે. પછી લકવો થાય છે અને થોડાક જ સમયમાં બોલવા કે ગળવાની ક્ષમતા જતી રહે છે. 
 
ઈંડિપેંડેટ મુજબ (ALS) એસોસિએશન મુજબ આ બીમારીથી ગ્રસ્ત દર્દીઓના સરેરાશ જીવનકાળ સામાન્ય રૂપે બે થી પાંચ વર્ષની વચ્ચે થાય છે. બીમારી સામે લડનારા પાંચ ટકાથી પણ ઓછા લોકો બે દસકાથી વધુ જીવી શકે છે અને હૉકિંગે આવા જ એક રહ્યા. 
 
કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર નિગલ લેગે કહ્યુ હતુ હુ (ALS)થી પીડીત એવી કોઈ વ્યક્તિને નથી જાણતા જે આટલા વર્ષ જીવ્યા હોય. 
 
પછી શુ હૉકિંગ કેવી રીતે જુદા છે. શુ તેઓ ફક્ત નસીબના શ્રીમંત છે કે પછી કોઈ અન્ય વાત છે.  આ સવાલનો જવાબ કોઈ સ્પષ્ટ રૂપે નથી આપી શકતુ. 
તેમણે ખુદ કહ્યુ હતુ કદાચ ALSની જે પ્રકારથી હુ પીડિત છુ તેનુ કારણ વિટામીનનુ ખોટુ અવશોષણ છે.  આ ઉપરાંત અહી હૉકિંગની ખાસ વ્હીલચેયર અને તેમના બોલવામાં મદદ કરનારી મશીનનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. 
 
તે ઑટોમેટિક વ્હીલચેયરનો ઉપયોગ કરતા હતા અને તે બોલી નહોતા શકતા તેથી કંપ્યૂટરાઈઝ્ડ વૉઈસ સિંથેસાઈઝર તેમના મગજની વાત સાંભળીને મશીન દ્વારા અવાજ આપતા હતા.