1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (16:49 IST)

Drone Attack: યમનના હુતી વિદ્રોહીઓએ UAE પર કર્યો મોટો હુમલો, 3 તેલના ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર લાગી આગ

Drone Attack
સંયુક્ત આરબ અમીરાત(UAE) પર યમનના હુતી વિદ્રોહીઓએ મોટો હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ અબુ ધાબી પોલીસને હવાલાથી  આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે મુસફ્ફા વિસ્તારમાં પહેલા 3 તેલના ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. પછી અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ(Abu Dhabi International Airport) ની નવી બાંધકામ સાઇટ પર આગની સૂચના મળી. પરંતુ તેના કારણે એરપોર્ટને વધુ નુકસાન થયું નથી. આગ નજીવી હતી. આ ઈરાન સમર્થિત બળવાખોરોએ પોતે હુમલાની કબૂલાત કરી છે.