ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

ઈરાન તૈયાર કરશે પરમાણુ સયંત્ર

ઈરાને પોતાના નવા પરમાણુ સયંત્ર માટે સ્થળની પસંદગી કરી તેની ડિઝાઈનિંગ શરૂ કરી દીધી છે. ઈરાને એક વરિષ્ઠ અધિકારીને કહ્યુ કે સયંત્ર નિરમણ કાર્ય આ જ વર્ષે શરૂ થઈ ચૂક્યુ છે. જો કે ઈરાનને તેને પૂર્ણ કરવામાં હજુ સમય લાગશે.

ઈરાને પરમાણુ ઉર્જા સંગઠનના ઉપપ્રમુખ મોહમ્મદ સઈદીને કહ્યુ કે આપણે આ પરમાણુ ઉર્જા સયંત્રનુ માળખુ બનાવી રહ્યા છે. તેમણ કહ્યુ કે ઈરાન બીજુ પરમાણુ સયંત્ર પણ લગાવશે, જે દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં બનશે.

ઈરનની સરકારી એજંસી 'ઈરના એ જણાવ્યુ કે આ સયંત્રમાં 360 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમના અમેરિકી અને પશ્ચિમી દેશોએ જોરદાર વિરોધ કર્યો છે.

તેમનુ કહેવુ છે કે ઈરાન ઉર્જા ઉત્પાદન કરવાની આડમાં પરમાણુ બોમ્બ બનાવી રહ્યુ છે, પરંતુ ઈરાન અમેરિક અને પશ્ચિમ દેશોએ આ આરોપોનુ ખંડન કરતું રહ્યુ છે. ઈરાનનુ કહેવુ છે કે તે પોતાના દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આવુ કરી રહ્યુ છે.