ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: સોલ , મંગળવાર, 10 નવેમ્બર 2009 (17:14 IST)

ઉત્તર-દ. કોરિયા નૌસેના વચ્ચે ગોળીબાર

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની નૌસેનાઓના જહાજો વચ્ચે આજે વિવાદિત પશ્ચિમી સમુદ્રી સીમા પર ગોળીબાર થયો. આ અંગેની માહિતી દક્ષિણ કોરિયાના એક સૈન્ય અધિકારીએ આપી.

સોલના જ્વોંઈટ ચીફ ઑફ સ્ટૉફના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાઈ નૌસેનાના એક જહાજે આજે સવારે વિવાદિત પશ્ચિમી સમુદ્રી સીમા પાર કરી ત્યાર બાદ દક્ષિણ કોરિયાઈ નૌસેનાના એક જહાજે તેના પર ગોળીબાર કર્યો.

નામ ગુપ્ત રાખવાની શરતે અધિકારીએ કહ્યું કે, તેમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.