1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કેપ કેનવરેલ , બુધવાર, 24 ઑક્ટોબર 2007 (12:19 IST)

ડિસ્કવરી સ્પેસ સ્ટેશન માટે ઉપડયું

ગુરૂવાર રાત્રે અવકાશમાં પહોચી જશે.

કેપ કેનવરેલ (ભાષા) અમેરિકાનું અવકાશ વિમાન ડિસ્કવરી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના મહત્વાકાંક્ષી તેમજ જટિલ મિશનના માટે સફળતાપૂર્વક ઉપડી ગયું છે. આ મિશન મંગળ ગ્રહ પર જનારા માનવયુક્ત રોકેટોની ભવિષ્યમાં ઊડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

વિમાનના બહારના ભાગમાં બરફ જામી ગયા બાદ નાસાના સ્વતંત્ર ઇજનેરોના દળને સુરક્ષાનો ખતરો લાગવા છતાં ડિસ્કવરી સ્થાનીય સમયાનુસાર રાત્રિના 11 વાગ્યાના 38 મિનિટે રવાના થયું હતું.

આ વિમાનમાં કુલ સાત અવકાશ યાત્રી સવાર છે, જેમનું નેતૃત્વ કમાંડર પામ મેલરાય કરી રહી છે. આ કાર્યક્રમની 1981માં શરૂવાત પછી થી અત્યાર સુધીમાં કોઇપણ દળનું લીડીંગ કરનાર આ બીજી મહિલા છે.

આ સ્પેસ વિમાન ગુરૂવાર સુધીમાં અવકાશ સ્ટેશન પર પહોચી જશે અને આ મિશનની સમય મર્યાદા 10 દિવસની છે.