નવી દિલ્હી. ભારતીય વાયુસેનાના હવાઇ લડાકુઓએ નેવાડા મરૂસ્થલના નેલિસ એયર બેઝ પર દુનિયાના સૌથી કઠીન હવાઇ યુધ્ધઅભ્યાસ રેડ ફ્લૈર્ગમાં એસ.યુ 30 એમ.કે.આઇ લડાકુ વિમાનોની જબરજસ્ત મારક ક્ષમતાનું પ્રદર્શન કરી અમેરિકન સેનાને પણ અચંબામાં નાંખી દીધા હતા.
અમેરિકન વાયુ સેનાના નેલિસ બેઝના કમાંડર કર્નલ કોરોએ અભ્યાસ દરમિયાન કહ્યું હતું કે, આખા અભ્યાસ દરમિયાન ભારતીય વાયુ સેનાએ દરેક તબક્કે સૌને ચોંકાવી દે તેવું પ્રદર્શન કર્યું છે.
ઉડાણ સમયે બાળી નાંખે તેવી ગરમી અને 50 ડિગ્રી સે. તાપમાન વચ્ચે પણ ભારતીય વાયુસેનાના ટેકનિશિયનોએ એસ.યુ 30 એમ.કે.આઇ લડાકુ વિમાનોનું સારૂ પ્રદર્શન કર્યું હતું.
રેડ ફ્લેગમાં ભારતીય વાયુ સેનાની ટુકડીના આઇ.એ.એફના પ્રવક્તા વિંગ કમાંડર મહેશ ઉપસાનીએ કહ્યું હતું કે, ગરમી સહિતની વિપરીત પરિસ્થિતિઓમાં મશીનમાં ખરાબી થવાની સંભાવના હોય છે.