Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (10:29 IST)
મોસ્કોમાં સપ્તાહે 6000 દુર્ઘટનાઓ
મોસ્કોમાં થયેલા ભારે હિમપાતના કારણે મોસ્કોની આસપાસના વિસ્તારમાં ગત અઠવાડિયે થયેલ 6000 માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હ્તાં જ્યારે 164 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.
ટ્રાફિક પોલીસના પ્રવક્તા સ્વેતલાના લાંડોએ જણાવ્યુ હતુ કે ગયા શનિવારે અધધ માર્ક દૂર્ઘટનાઓ ભારે હિમપાતના કારણે થઈ હતી. જેમાં મોસ્કોના પૂર્વ કીવ રાજમાર્ગ પર આઠ કારોની અથડામણ થઈ ગઈ હતી જેમાં ત્રણ બાળકો સહિત છ લોકો ઘાયલ થઈ ગયા હતાં.