Last Modified: લંડન , મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (17:36 IST)
લંડન રેલ્વે સ્ટેશન પર કિસ પ્રતિબંધિત
બ્રિટનનાં રેલ્વે સ્ટેશનો પર પોતાના પરિજનોને વિદાય કરતી વખતે આપવામાં આવતાં ચુંબન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અધિકારીઓનાં જણાવ્યા મુજબ સ્ટેશન પર યાત્રીઓ દ્વારા કરવામાં આવતાં ચુંબન અને આલિંગનને કારણે પ્લેટફોર્મ પર અન્ય યાત્રિઓનું ધ્યાન ભંગ થાય છે. જેના લીધે કેટલાંકની ટ્રેનો પર છુટી જાય છે. આ કારણથી સરકારે નિર્ણય લેવો પડ્યો છે. આ સાથે બ્રિટનનાં રેલ્વે સ્ટેશનો પર નો સ્મોકીંગ ની સાથે નો કીસીંગનાં બોર્ડ પણ દેખાશે.
જો કે યાત્રીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્મોકીંગ ઝોનની જેમ પાર્કીંગમાં કિસીંગ ઝોન બનાવવામાં આવશે. જ્યાં યાત્રી પોતાનાં પરિજન સાથે 20 મિનીટ સુધી પ્રેમાલાપ કરી શકશે. હાલ તો ચુંબન પર પ્રતિબંધ છે. પણ જો કોઈ ચુંબન કરતાં પકડાશે, તેની પર પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં.