Last Modified: ઈસ્લામાબાદ , સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (17:15 IST)
સરકારે તાલિબાનીઓને છોડ્યા
પાકિસ્તાન સરકારે એક ચીની એન્જિનિયરને તાલિબાનની ચુંગાલમાંથી છોડાવવા માટે જેલમાં બંધ ડઝન બંધ તાલિબાની આતંકવાદીઓને છોડી મુક્યા છે.
ચીની એન્જિનિયર લાંગ જિયાઓવેઈનું છ મહિના પહેલાં અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક અખબારનાં જણાવ્યા મુજબ પાકિસ્તાન સરકારે તાલિબાન કમાન્ડરોને છોડ્યા હતા. જો કે અધિકારીઓએ તે વાતનો સ્વીકાર કર્યો નથી.
અધિકારીઓનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ચીનની યાત્રા પહેલાં એન્જિનિયરને છોડાવવાનો પ્રયાસ કર્યા હતા. જેને ચીનની જનતા માટે ભેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમજ ઝરદારી લાંગને પોતાની ચીન યાત્રા દરમિયાન સાથે લઈ જશે. તાલીબાનનાં પ્રવક્તાએ પણ ચીની એન્જિનિયરનાં બદલામાં પોતાના કમાન્ડરોને છોડવામાં આવ્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.