ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By

લગ્ન પહેલાની સમસ્યા અને તેનો ઉકેલ

લગ્ન જીવનનો એક એવો પ્રસંગ છે જેને દરેક વ્યક્તિ શક્ય હોય તો સાચવીને રાખવા માંગે છે. લગ્ન પ્રસંગે ગભરામણ થાય તે સ્વાભાવિક છે પણ શું તમે જાણો છો લગ્ન પહેલા સર્જાનારી સમસ્યાઓ ઘણી હોય છે? એટલું જ નહીં, લગ્ન પહેલાનો સંબંધ તમને લગ્ન બાદ પરેશાનીમાં નાંખી શકે છે. કહેવાનો અર્થ એછે કે જે લોકોના લગ્ન થવા જઇ રહ્યાં છે તેમણે પહેલા પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે ઇચ્છો છો કે આવી સમસ્યા ન સર્જાય તો પહેલા તેને જાણો. આ માટે તમે અમારી નીચે આપવામાં આવેલી માહિતીની મદદ લઇ શકો છો.

લગ્ન પહેલા ઉદ્ભવતી સમસ્યાઓ...
તણાવ - લગ્ન પહેલા યુવક-યુવતીમાં તણાવ થયો બહુ સ્વાભાવિક છે. તણાવના પણ અનેક કારણો છો, ઘણીવાર તણાવ એક નવા માહોલમાં જવાનો કે પછી જવાબદારીઓ ઉઠાવવાને કારણે તો ક્યારેક ગભરામણને કારણે વધુ વિચારવાથી વધી જાય છે. એવું નથી કે તણાવ થવો ખોટી બાબત છે પણ વધુ તણાવને કારણે તમે ડિપ્રેશનમાં પડી શકો છો.

ડાયટ - લગ્ન પહેલા ઘણીવાર તમારી ભૂખ મરી જાય છે, તમે ખાવા-પીવાનું છોડી દો છો, એટલું જ નહીં આનાથી તમે બીમાર પડી શકો છો કે તમારા શરીરમાં નબળાઇ આવી શકે છે.

શારીરિક સ્વાસ્થ્ય - લગ્ન પહેલા ખાસકરીને છોકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે. ગભરામણ, ચિંતા અને અન્ય કારણોસર શારીરિક નબળાઇ આવી જાય છે. આનાથી રૂટિન ખોરવાઇ શકે છે.

વજન ઓછું થવું - લગ્નના સમયે દરેક સુંદર અને સ્માર્ટ દેખાવા ઇચ્છે છે આવામાં યુવતીઓ પોતાનું વજન ઘટાડવાનું શરૂ કરી દે છે અને પરિણામે તેમનામાં નબળાઇ આવી જાય છે.

થાક લાગવો - લગ્ન પહેલા ઘણી ચિંતાઓ અને કામના બોજને લીધે તમે થાકેલા રહી શકો છો. તમારામાં સુસ્તી પણ આવી શકે છે.

મૂડમાં બદલાવ - લગ્ન પહેલા તમારા મૂડમાં સતત ફેરફાર થવા લાગે છે. ક્યારેક એકલા રહેવાનું મન કરે છે તો ક્યારેક એકદમ ચુપકીદી સેવી લો છો તો વળી ક્યારેક તમને ઘણી બધી વાતો કરવાનું મન થાય છે.

ઝઘડા - ઘણીવાર તમારા પાર્ટનર સાથે વિચારનો મેળ ન બેસવાને લીધે પરસ્પર ઝઘડો થઇ જાય છે. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલું જ નહીં તમારી નોકરી અને લગ્નને લઇને ઘણાં મતભેદો અને સમસ્યા સર્જાઇ શકે છે.

લગ્ન પહેલા ઉદ્ભવતી આવી સમસ્યાઓને દૂર કરવાના ઉપાય...

- તમે ઇચ્છો તો લગ્ન પહેલા બંને મળીને એકસાથે કાઉન્સેલિંગ કરી શકો છો તે પછી એકલા પણ લગ્ન માટે કાઉન્સેલિંગ લઇ શકો છો.

- જો તમને લગ્નને લઇને વધારે તણાવ રહેતો હોય તો ધ્યાન અને યોગ કરો.

- તમે જોવા છો તેવા જ રહો અને વજન ઘટાડવા માટે કોઇ નિષ્ણાત પાસે તમારા માટે સંતુલિત અને પૌષ્ટિક ડાયટ ચાર્ટ બનાવડાવી શકો છો.

- જો તમારા ભવિષ્યના પાર્ટનર સાથે કોઇ વાતને લઇને ઝઘડો થઇજાય તો તેની સાથે બે-ત્રણ મીટિંગ કરો જેથી તમે તમારા ઝઘડાનું નિરાકરણ લાવી શકો અને તમારી વચ્ચે કોઇ આશંકાને આવતી રોકી શકાય.

- તમે લગ્ન પહેલાના સંબંધ વિષે તમારા ભવિષ્યના પાર્ટનરને અચૂક જણાવી દો જેથી લગ્ન બાદ કોઇ સમસ્યા ન સર્જાય.

- જો તમે વધુ નબળાઇ કે બીમારી અનુભવો છો તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઇએ.