મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:08 IST)

ગુજરાતી જોક્સ- દારુના બાર સામે એક નાનું એવું તળાવ હતું

જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને આ વરસાદમાં એકદમ પલળી ગયેલા
એક વૃદ્ધ માણસે હાથમાં છત્રી પકડી હતી, 
જેમાં બાંધેલો દોરો તળાવના પાણીમાં ડુબાયેલો હતો.
 
એક રાહદારી એપૂછ્યું : શું કરી રહ્યા છો બાબા?
 
વૃદ્ધ : માછલી પકડી રહ્યો છું. રાહદારી વરસાદમાં પલળેલા તે વૃદ્ધને જોઇને દુ:ખી થયો અને કહ્યું : 
બાબા હું બારમાં વ્હીસ્કી પીવા જઈ રહ્યો છું. 
આવો તમને પણ એક પેગ પીવડાવું.
 
આમ તો તમને ઠંડી ચડી જશે, આવો અંદર જઈએ. 
બારમાં ગરમ વાતાવરણમાં વૃદ્ધ સાથે વ્હીસ્કી પીતા પીતા માણસે વૃદ્ધને પૂછ્યું : 
હા તો બાબા, આજે કેટલી માછલી ફસાઈ?
 
વુદ્ધ બોલ્યો : તું આઠમી માછલી છો, દીકરા