આવો થોડુક હંસી લઈએ
એક દિવસ શિક્ષકે ગોપીને પૂછ્યુ - ચાલ, ગોપી ઉભો થા, હું આજે તારુ જી.કે ટેસ્ટ કરુ છુ.
શિક્ષક - બતાવ, આપણા પ્રધાનમંત્રી કોણ છે ?
ગોપી - મને નથી ખબર સાહેબ,
શિક્ષક - હવે, એ તો ખબર હશે કે તારા પપ્પાની બાઈક એક કિલોમીટર જતા કેટલો સમય લાગે છે ?
ગોપી - મને નથી ખબર.
શિક્ષક - સારુ, બતાવ તારી મરધી કેટલા ઈંડા આપે છે ?
ગોપી - સર, એ પણ નથી જાણતો.
શિક્ષક - હું તને એક દિવસ આપુ છુ, કાલે હું તને ફરી પૂછીશ, ઘરેથી યાદ કરી લાવજે.
સાંજે ગોપીએ ઘરે જઈને મમ્મીને પૂછ્યુ - મમ્મી આપણા પ્રધાનમંત્રી કોણ છે ?
મમ્મી - બેટા, નરેન્દ્ર મોદી
ગોપીએ વાડામાં જઈને જોયુ કે મરધીએ કેટલા ઈંડા આપ્યા છે, અને પછી પપ્પાને પૂછ્યુ કે તેમને એક કિલોમીટર જતા કેટલો સમય લાગે છે.
બીજા દિવસે શિક્ષકે કહ્યુ બતાવ ચાલ તે શુ યાદ કર્યુ.
ગોપી તરત જ ઉભો થઈને બોલ્યો - મેડમ, પ્રધાનમંત્રી મનમોહન સિંહે 50 મિનિટમાં 20 ઈંડા આપ્યા.