આરૂષિ હત્યાકાંડ : જાણો કેમ કરી રાજેશ તલવારે આરુષિ-હેમરાજની હત્યા !!

હેમરાજને મારવાના ચક્કરમાં આરૂષિને મારી નાખી

વેબ દુનિયા|
.
P.R
આરુષિ-ડબલ હત્યાકાંડ બાબતે સીબીઆઈના વિશેષ કોર્ટે દાવો કર્યો છે કે તલવારથી આરુષિની હત્યા દુર્ઘટનાવશ થઈ ગઈ. જ્યારે કે હેમરાજને રાજેશ તલવારે ગુસ્સામાં માર્યો હતો. કોર્ટે હત્યાના હેતુની માહિતી આપતા સીબીઆઈને જણાવ્યુ કે આરુષિ અને તલવારના હેમરાજને આપત્તિજનક હાલતમાં જોયા હતા. ત્યારબાદ ડો. રાજેશે પોતાની ગોલ્ફ સ્ટિકથી બંનેને માર્યા. જેનાથી બંનેનુ મોત થઈ ગયુ.
કેસની તપાસ કરનારી ટીમે પ્રમુખ એડીશનલ એસપી એજીએલ કૌલે વિશેષ કોર્ટમાં થઈ રહેલ સુનાવણી દરમિયાન આ માહિતી આપી. તેમણે કહ્યુ કે 14 વર્ષની આરુષિની લાશ તેના બેડરૂમમં 15 મે ના રોજ જોવા મળી હતી. બીજા દિવસે એ જ એપાર્ટમેંટની અગાશીમાં ઘરેલુ નોકર હેમરાજની લાશ મળી હતી.
એએસપી કૌલના મુજબ હત્યાવાળી રાત્રે ડો. રાજેશને ઘરની અંતરથી અવાજ સાંભળવા મળી. તેઓ હેમરાજના રૂમમાં ગયા પણ તે ત્યા ન મળ્યો. રૂમમાની બે ગોલ્ફ સ્ટિકમાંથી રાજેશે તલવારે એક ઉઠાવી લીધી અને આરુષિના રૂમ તરફ ગયા. દરવાજો અંદરથી બંધ નહોતો અને ત્યાથી અવાજ આવી રહ્યો હતો. રાજેશે ધક્કો મારીને દરવાજો ખોલ્યો. અંદર આરુષિ અને હેમરાજ આપત્તિજનક હાલતમાં હતા. આ જોઈને રાજેશ ગુસ્સાથી લાલપીળો થઈ ગયા અને ગોલ્ફ સ્ટિકથી તેમણે હેમરાજના માથા પર વાર કર્યો. હેમરાજના માથા પર બીજો વાર કરવા દરમિયાન ગોલ્ફ સ્ટિક આરુષિના માથા પર પણ વાગી. એએસપી કૌલે જણાવ્યુ કે જે ગોલ્ફ સ્ટિક સીબીઆઈએ જપ્ત કરી તે સારી રીતે જોડાયેલી નહોતી. આરુષિના માથે ઘા હતો. આ વી કે યૂ આકારવાળી ગોલ્ફ સ્ટિકની મારને કારણે હતો.

પોતાનો બચાવ કરવા તલવાર દંપત્તિએ શુ નાટક કર્યુ જુઓ આગળઆ પણ વાંચો :