આસારામની જામીન અરજી રદ્દ, 30 સપ્ટેમ્બર સુધી જેલમા

જોઘપુર| વેબ દુનિયા| Last Modified બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (17:17 IST)
.
P.R
કિશોરી બાળકીના યૌન ઉત્પીડનના આરોપમાં જેલમાં બંધ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂની જામીન અરજી પર સુનાવણી ટળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં આ સુનાવણી હવે 1 ઓક્ટોબરના રોજ થશે. મતલબ આસારામને 30 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આસારામ વિરુદ્ધ એક 16 વર્ષની કિશોરી બાળાની ફરિયાદ નોંધાઈ છે કે જોઘપુર આશ્રમમાં આસારામે તેમના પર બળાત્કાર કર્યો હતો. જો કે આસારામ આ આરોપોનો સ્પષ્ટ ઈંકાર કરી ચુક્યા છે અને તેમને આ આરોપોને બેબુનિયાદ બતાવ્યા છે.


આ પણ વાંચો :