ગંગાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ જમુનાના પુત્રનો બાપ છે નારાયણ સાંઈ

સૂરત. | વેબ દુનિયા| Last Modified મંગળવાર, 12 નવેમ્બર 2013 (12:24 IST)

P.R
સૂરતની કે યુવતીના યૌન શોષણના આરોપી નારાયણ સાંઈની ખાસ સેવિકા ગંગાએ એક ચોંકાવનારી ચોખવટ ક્રી છે. પોલીસ પૂછપરછમાં ગંગાએ જણાવ્યુ છે કે આશ્રમની બીજી સેવિકા જમુનાના પુત્રના પિતા જ છે. જમુનાને ગંગા પોતાની બહેન તરીકે ઓળખાવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કથાવાચક આસારામના પુત્ર નારાયણ સાંઈ અત્યાર સુધી ગુજરાત પોલીસની પકડથી બહાર છે, પણ તેમની ખાસ સેવિકા ગંગા અને તેના પતિને પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. ગંગા આ સમયે સૂરત પોલીસની કસ્ટડીમાં 7 દિવસંની રિમાંડ પર છે.

સૂરતના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાનુ કહેવુ છે કે ગંગાના દાવાની તપાસ કરવામાં આવશે. અસ્થાનાએ જણાવ્યા મુજબ ગંગાની હજુ પણ પોલીસ પૂછપરછ ચાલી રહી છે. હાલ પોલીસ ગંગા પાસેથી નારાયણ સાંઈ વિશે વધુમાં વધુ જાણવાની કોશિશ કરી રહી છે.
ગંગા વિશે એવુ પણ જાણ થઈ છે કે નારાયણ સાંઈ સાથે જોડાતા પહેલા તે પોતાના પતિ સાથે મળીને કોલગર્લનુ નેટવર્ક પણ ચલાવતી હતી. નારાયણ સાંઈના સંપર્કમાં આવ્યા બાદ ગંગા આશ્રમમાં નારાયણ સાંઈને પણ યુવતીઓ સપ્લાય કરતી હતી. જો કે નારાયણ સાંઈને માટે તે મોટેભાગે આશ્રમની યુવતીઓને જ પોતાની વાતોમાં ફસાવતી હતી.


ગંગા છેલ્લા કેટલાક વર્ષથી નારાયણ સાંઈ સાથે નિકટતાથી જોડાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગંગાનુ અસલી નામ શર્મિષ્ઠા છે. અને તે વડોદરાની રહેનારી છે. જમુનાના પુત્રના પિતા નારાયણ સાંઈને બતાવનારી ગંગા સાંઈની મુખ્ય સેવિકામાંથી એક છે. ગંગાએ પોલીસ સમક્ષ એવુ પણ નિવેદન આપ્યુ કે સાંઈ તેને પણ પોતાની હવસનો શિકાર બનાવી ચુક્યો છે.
જો કે ગંગાએ એ સમયે પોલીસને આ વાત નહોતી બતાવી કે નારાયણ સાંઈ બીજી કંઈ કંઈ સેવિકાઓ સાથે સંબંધ બનાવી ચુક્યો છે. પણ સોમવારે ગંગાએ પોલીસ પૂછપરછમાં બતાવ્યુ કે તેની સાથે ઉપરાંત નારાયણ સાંઈ જમુના સાથે પણ અનેકવાર શારીરિક સંબંધ બનાવી ચુક્યો હતો. તેનુ જ પરિણામ એ આવ્યુ કે જમુના પ્રેગ્નેંટ થઈ ગઈ અને તેના પુત્રનો જન્મ થયો.


આ પણ વાંચો :