ગોવિંદા ચુંટણી નહીં લડે

મુંબઈ| ભાષા| Last Modified રવિવાર, 29 માર્ચ 2009 (19:58 IST)

ફિલ્મ અભિનેતા અને ઉત્તર મુંબઈથી કોંગ્રેસનાં ઉમેદવાર અને સાંસદ ગોવિંદા લોકસભા ચુંટણી નહીં લડે.

ચવ્હાણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પાર્ટીનાં ઉમેદવાર ચુંટવા માટે ઈન્ટરવ્યુ લેવાઈ રહ્યાં છે. ગોવિંદાનો તેમાં સમાવેશ થાય છે.

સંસદમાં ઓછી હાજરી અને હોળીનાં સમયે કિન્નરોને પૈસા આપવાનાં આરોપોનો સામનો કરી રહ્યાં છે. ચુંટણી પંચે આ અંગે ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યા મુજબ ઉત્તર મુંબઈ બેઠક અભિનેત્રી નગમા અને શિવસેના થી કોંગ્રેસમાં આવેલાં સંજય નિરૂપમ સહિત કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે. તો ભાજપ તરફથી પૂર્વ મંત્રી રામ નાઈક પણ ઉભા રહે તેવી શક્યતા છે.


આ પણ વાંચો :